• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ટંકારા:વીજળીબીલની રકમ રૂપિયા ૫૭,૩૦૦ ના ભરનારને પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટકની ધારદાર દલીલોને ધ્યાનેલઈને કોર્ટે ત્રણમાસ ની સજા ફટકારી*

ટંકારા:તા ૫ પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી.(પી.જી.વી.સી.એલ.) દ્વારા ટંકારા કોર્ટ માં પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજા સામે કોર્ટ ના હુકમ મુજબ ની લેણી થતી રકમ રૂા.૫૭,૩૦૦/- પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૦૮/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ સદરહું દરખાસ્ત ના કામે વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ મારફત પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજા ની જંગમ મિલ્કત ની જપ્તી નું વોરંટ કાઢવા અરજી કરતા નામદાર કોર્ટે તેમની સામે જંગમ મિલ્કત ની જપ્તી માટે વોરંટ કાઢેલ જેમાં કોર્ટ ના બેલીફ મારફત પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજા ના ઘરે જંગમ મિલ્કત ની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવતા વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજા ની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧,રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટ માં જુબાની લેવા માટે અરજી કરેલ જે અરજી નામદાર કોર્ટ એ મંજુર કરેલ અને પ્રતિવાદી/સામાવાળા ને તે બાબતે સમન્સ/નોટીસ પણ નામદાર કોર્ટ દ્વારા બજાવવા માં આવેલ પરંતુ પ્રતિવાદી/સામાવાળા પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત નામદાર કોર્ટ સમક્ષ પ્રતિવાદી/સામાવાળા ને “જેલ” માં બેસાડવા માટે સી.પી.સી. ઓ–૨૧,રૂલ-૪૧(૩) મુજબ ની અરજી કરેલ જે અરજી નામદાર કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી/સામાવાળા પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજા ને “ત્રણ(૩)–મહીના” ની ”જેલ’ નો તથા વાદી ને એક દિવસ ના રૂા.૨૫૦/- નો “જેલ’ નો ખર્ચ ભરવા માટે નો હુકમ ટંકારા ના નામદાર શ્રી એસ.જી.શૈખ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. વાદી (પી.જી.વી.સી.એલ.) વતી વિધ્વાન વકીલ શ્રી નિકુંજભાઈ પનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.

Related posts

News@12 PM: તો કોરોનાના 3 રિપોર્ટ કરાવવા પડશે? આ બ્લડગ્રૂપ વાળાને કોરોનાનો ખતરો ઓછો

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*જામનગરના જાંબુડીયા પાટીયા ખાતે જામનગર ડીવાયએસપી દ્વારા ઈ એફઆઇ આર એપ્લિકેશન વિશે લોકોને માહિતગાર કર્યા*

Hello Morbi

Leave a Comment