• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા સંતશ્રી ભોલેબાબા ની ૩૬ મી પુણયતિથી નિમિતે ભવ્ય ભંડારો અને લોકડાયરો યોજાયો*

શરદ એમ.રાવલ..હડિયાણા…જોડિયામા સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૬મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો યોજાયો : ધુવાણાબંધ ગામ જમણવાર : સુંદરકાડના પાઠ, શ્રી રામ ધૂન જેવા કાર્યક્રમો યોજાયા : સંતો, મહંતો તથા વિશાળ સંખ્યામા ભાવિકોએ મહાપ્રસાદ લીધો ( હેડીગ ) જોડિયા : જામનગર જિલ્લાના જોડિયાધામ મુકામે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર , રામવાડી ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભોલેબાબા સેવક સમુદાય દ્વારા પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી સંતશ્રી ભોલેબાબાજીની ( ૩૬ મી પુણ્યતિથિ મહોત્સવ ) ની તારીખ : ૧૬ / ૬ / ૨૨ ને ગુરૂવાર , જેઠ વદ બીજના રોજ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે રામવાડીની તપોભૂમિમા ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે તા, ૧૫ મી જૂનના સાંજના ૪ થી ૭ શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સાનિધ્યમાં સંગીતમય સુંદરકાડ ના પાઠ તથા સંતશ્રી ભોલેબાબાજીના ભંજનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મૂળ જોડિયાના હાલ રાજકોટના પ્રસિદ્ધ કલાકાર શ્રી અલ્કેશભાઈ સોની તથા રામવાડી ગ્રુપના ભાવિકોએ રંગત જમાવેલ હતી તેમજ રાત્રીના ૯ થી ૧૨ જોડિયા લક્ષમીપરા ધૂન મંડળ દ્વારા શ્રી રામ ધૂનનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો તૅમજ તા, ૧૬ મીના રોજ બાબાજીની પુણ્યતિથિ નિમિત્તે બપોરે ૧૨ કલાકે ઢોલ , નગારા અને શખોદ્વારા ભવ્ય આરતી કરવામાં આવેલ હતી જે આરતી જોડિયાના બાબાજીના ભક્તજન શનિભાઈ વડેરાએ ઉતારેલ હતી વિશાળ સંખ્યામા આરતીના દર્શનનો ભાવિકોએ લાભ લીધેલ હતો ત્યારબાદ ” સાધુ , સંતો નો તૅમજ ભક્તોનો ભવ્ય ભંડારો ( મહાપ્રસાદ ) યોજાયેલ હતો તૅમજ સાંજના ૫ : ૦૦ કલાકથી જોડિયા સમસ્ત હિન્દુ સમાજનો ધુવાણાબંધ ગામ જમણવાર ( મહાપ્રસાદ ) યોજાયેલ હતો ભંજન, ભોજન અને ભંજન , સંત દર્શન નો ત્રિવેણી સંગમ યોજાયેલ હતો વિશાળ સંખ્યામા ભાવિકોએ દર્શન, તથા બાબાજીના ભંડારાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી આ પ્રંસગે શ્રી બાલા હનુમાનજી મંદિર, સંતશ્રી ભોલેબાબાજીના મંદિરને લાઈટ ડેકરોશન તથા પુષ્પોથી શણગાર કરવામાં આવેલ આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરને સફળ બનાવવા ભોલેબાબા સેવક સમુદાય તથા રામવાડી ગ્રુપ, જોડિયાના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી…

 

Related posts

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માંતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

editor

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના બીલીયા ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમો ને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment