• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા ખોટી રીતે થતી હેરાન ગતિના વિરોધમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના ધરણા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* ભાજપાની કેન્દ્ર સરકારના ઇશારે ઈડી દ્વારા કોગ્રેસ પ્રમુખ આદરણીય સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવી રાજકીય કિન્નાખોરી રાખી કોઈપણ પુરાવા વગર પુછપરછ કરી રહી છે, બીજી તરફ કોગેસ કાર્યાલયમાં પ્રવેશી ખોટી રીતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ કરી પરેશાન કરે છે.આ લોકશાહી દેશમાં ભાજપાની કેન્દ્ર સરકાર તાનાશાહી રીતે પોલીસ અને કેન્દ્ર સરકારની એજન્સીઓનો દુરુપયોગ કરી લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નો કરી રહી છે જેના વિરોધમા તારીખ- ૨૨-૦૭-૨૦૨૨ને શુક્રવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય વેરાવળ ખાતે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનસુખભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ્શ્રી ઋત્વિકભાઈ મકવાણા અને ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રભારીશ્રી મહેશભાઈ રાજપુતની ખાસ ઉપસ્થિતિમાં ધરણા કરવામાં આવેલ આ ધરણામાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી અભયભાઈ જોટવા, ગીરસોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી નરેશભાઈ ભારદ્વાજ, વેરાવળ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ અને વેરાવળ પટણી સમાજના પ્રમુખશ્રી અનવરભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપપ્રમુખશ્રીઓ પ્રતાપભાઈ ડોડીયા, સત્તારભાઈ પટેલ, મહામંત્રીશ્રી હિરાભાઈ રામ, વિરેન્દ્ર ચુડાસમા, જિલ્લા સેવાદળના પ્રમુખશ્રી દેવશીભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સંગીતાબેન ચાંડપા, યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી રાકેશભાઈ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસના દરેક સેલ, ડિપાર્ટમેન્ટ, ફન્ટલના હોદ્દેદારશ્રીઓ, ગીરગઢડા તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી બાલુભાઈહીરપરા, ઉના શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી ગુણવંતભાઈ તળાવીયા, સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપભાઈ થોભણભાઈ જાદવ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વિરોધપક્ષનાનેતા ગુલામભાઈ અને કાઉન્સિલરશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યોશ્રીઓ તાલુકા પંચાયત તાલાલાના પ્રમુખશ્રી રામસીંગભાઈ પરમાર અને સદસ્યોશ્રીઓ, વેરાવળ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા કરશનભાઈ બારડ અને સદસ્યશ્રીઓ, કોડીનાર તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બાલુભાઈ ચુડાસમા, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ સેલના ચેરમેનશ્રી મનસુખભાઈ ભજગોતર, જિલ્લા લોક સુરક્ષા સેલના ચેરમેનશ્રી જાદવભાઈ સોલંકી, જિલ્લા ફરિયાદ નિવારણ સેલના નારણભાઈ મેર, જિલ્લા મહિલા સેવાદળના ચેરમેન કાજલબેન લાખાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી ખીમજીભાઈ બારડ, અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભાજપ સરકારની કિન્નાખોરી સામે રોષ વ્યક્ત કરવામાં આવેલ એવુ ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હારૂનભાઈ ચોરવાડાની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

Related posts

*HELLO MORBI: મોરબી રઘુવંશી લોહાણા સમાજ ના “ઘરેણા” સમા શ્રીગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આયોજીત બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

Leave a Comment