• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નર્મદા યોજનાનું પાણી દરિયામાં જતું રોકી સૌરાષ્ટ્ર વિસ્તારના ડેમો ની સૌની યોજના દ્વારા ભરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાબરવા*

પ્રતિ તા. ૨૭-૭-૨૦૨૨
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ
ગુજરાત રાજ્ય
નવા સચિવાલય
ગાંધીનગર

વિષય – નર્મદા યોજનાનું પાણી દરિયામાં ના જવા દેતા સૌરાષ્ટ્ર વિસ્તારના ડેમોને સૌની યોજના દ્વારા ભરવા વિનંતી.

મહેરબાન સાહેબ શ્રી
જયભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે હાલમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશમાં અતિ વરસાદ ના કારણે નર્મદા ડેમમાં પાણીની ખુબજ સારી આવક થઇ રહી છે. આજ બપોર ૧૧ વાગ્યાના સમાચાર મુજબ ડેમનું લેવલ ૧૨૯.૦૧ મીટર થઇ ગયું છે અને હજુ આવક ૨,૯૭,૦૦૦ કયુસેક જેવી છે.

આની સામે સી.એચ.એમ.એસ. મારફતે કેનાલમાં ૫૦૦૦ કયુસેક તેમજ આર.બી.પી.એચ. એટલે કે રીવર બેડ પાવર હાઉસ માટે ૪૪૦૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું દરિયામાં જાય છે.

ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક માટે આગોતરું વાવેતર કરવા માટે પાણીની માંગણી કરેલ આની સામે સરકાર દ્વારા જયારે જરૂરિયાત હતી ત્યારે પાણી ના આપતા છેક છેલ્લા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવેલ અને ખેડૂતો વાવેતર ચાલુ કર્યું ત્યાં જ વરસાદ ચાલુ થયેલ હતો જેથી ખેડૂતો ને જે મળવો જોઈએ તે પાણી નો લાભ મળેલ નથી.

જે તે સમયે અમો એ આપનું ધ્યાન દોરેલ હતું કે ડેમમાં પાણી છે ને ખેડૂતો ને આપો નહિતર આ પાણી ચોમાસામાં ડેમ ભરાતા દરિયામાં જશે અને હવે તેની શરૂઆત થઇ ચુકી છે. પાણી દરિયામાં જઈ રહ્યું છે.

તો અમારી માંગણી છે કે સરકારે બનાવેલ સૌની યોજ્ના દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ખાલી ડેમો ભરી આપવામાં આવે હજુ ચોમાસું બાકી છે ડેમમાં ઘણું પાણી આવેલ છે. જે પાણી દરિયામાં જાય છે. તેને બદલે ખાલી ડેમો ભરવામાં આવશે તો આ વિસ્તારના લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટેના પાણી નો સ્ટોરેજ થઇ જશે તો આ બાબતે હકારાત્મક રીતે વિચારીને સૌની યોજના દ્વારા ડેમો ભરવા યોગ્ય કરવા વિનંતી.

આપના સ્નેહાધીન

(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા
સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.
(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની ૩૦મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો exઅઘારા પરિવાર*

editor

*HELLO MORBI: ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે વિગતો અપડેટ કરાવવી જરૂરી*

editor

*મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન*

Hello Morbi

Leave a Comment