• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાની નેશનલ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા. જી.જામનગર.

ગામ.હડિયાણા……………

જોડિયા તાલુકા ની શ્રી નેસડા પ્રાથમિક શાળા માં સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા.અને બાળમેળો યોજાયો…………….

 

જોડિયા તાલુકા ની નેસડા પ્રા.શાળા ડિજિટલ શાળા બનવા તરફ આગળ વધી રહી છે.હાલ ના સમય માં વિવિધ ટેકનોલોજી દવારા શિક્ષણ આપવા માં આવે છે.હવે ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં ચાલે.ત્યારે નેસડા પ્રાથમિક શાળા માં પણ બાળકો વિવિધ ટેકનોલોજી દ્વારા બાળકો શિક્ષણ મેળવે તે માટે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા પ્રયત્નશીલ રહેતા.જેમાં ગામના યુવાન અને શિક્ષિત સરપંચશ્રી રાજેશભાઇ મકવાણા સાથે પરામર્શ કરી આ માટે પ્રયત્ન કરેલ .જેમાં સરપંચશ્રી ના પ્રયત્ન થી તાલુકા પંચાયત કચેરી જોડિયા દવારા TdO માધુરી મેડમ ના હકારાત્મક પ્રયત્ન થી શાળા માટે 2 સ્માર્ટ બોર્ડ ની સ્વ ભંડોળ માંથી 3 લાખ જેવી રકમ ફાળવી આપેલ.આ કામગીરી માટે સરપંચ અને તલાટી મંત્રી લિંબાસિયાભાઈ સતત પ્રયત્નશીલ હતા.આ તકે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા અને શિક્ષક મિત્રો અને વિધાર્થીઓ દવારા tdo માધુરી મેડમ અને તાલુકા પંચાયત ના લગત કર્મચારીઓ નો અને ગામના સરપંચ અને તલાટી નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.આજે સરપંચશ્રી ના વરદ હસ્તે સ્માર્ટ બોર્ડ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સાથે સાથે બાળકો નવી શિક્ષણ નીતિ અન્વયે પોતાની સુસુપ્ત શક્તિ ખીલવી શકે તે માટે બાલમેલો યોજવા માં આવ્યો હતો.જેમાં શિક્ષકો ના માર્ગદર્શન નીચે બાળકોએ ચિત્રકામ,કાગળકામ, રંગપુરણી,છાપકામ,ચીટકકામ,, મહેંદી સ્પર્ધા,જેવી વિવિધ પ્રવૃતિ યોજવામાં આવી હતી બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્કાઉટમાં પ્રેરણાદાયી કામગીરી કરનાર ડીસાની પ્રાચી જયેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

*જોડીયા પાસેના પુલ ની તાત્કાલિક મરામત કરો*

Hello Morbi

Leave a Comment