• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ પ્રા.શાળાના ૧૪૯ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ઘાટવડ પે સેન્ટર કુમાર શાળામાં ૧૪૯ નો જન્મદિવસ ઉજવાયો હતો આજના દિવસે શાળામાં ભવ્ય ઉજવણી થઈ હતી કાર્યક્રમમાં સ્વાગત વિધી બાદ ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો હતો જેસીંગભાઇ વાઢેર ના સ્વરમાં શાળાની ઓડિયો ક્લિપ રજૂ કરવામાં આવી હતી બાદ શાળાના વિદ્યાર્થી બારૈયા સંદીપ કે શાળાનો ભૂતકાળ વિશે સ્પીચ રજૂ કરી બાદમાં કેક કાપવામાં આવ્યો હતો અને ધોરણ ૩ થી પ ના ભૂલકાઓ દ્વારા બર્થ ડે સોંગ રજૂ કરવામાં આવ્યું હતું સાથે વાલી સંમેલન પણ હતું જેમાં શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેર સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર તથા ઉપ સરપંચ શ્રી નટવરસિંહ ઝાલા તથા શાળાના ભૂતપૂર્વ આચાર્ય નવલ સાહેબ દ્વારા વાલી જોગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ રાહુલભાઈ બારડ દ્વારા કરવામાં આવી હતી શાળા સુશોભન અને કાર્યક્રમ ની તૈયારી માટે શાળાના શિક્ષક મિત્રો નીતિનભાઈ મોરી અજીતભાઈ ચાવડા નિમુબેન વાઢેર મીનાબેન પટેલ દીપાબેન વાળા નીતાબેન ગોહિલ આ બધા શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેસીંગ ભાઈ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 જેટલા ભાઈઓ પંચાયત બોડી ના સભ્યો પે સેન્ટર શાળા ના આચાર્યશ્રીઓ આરોગ્ય કર્મચારી ઈસ્માઈલ ભાઈ સેલોત તથા તાલુકા પંચાયત સદસ્ય ડાયા ભાઈ વાઢેર તથા ગામના ઘણા લોકો હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી

Related posts

*HELLO MORBI:કચ્છના આદિપુર ખાતે માનવતા ગ્રુપ દ્વારા ‘ માં નું રસોડું ‘ સખી દાતાઓ ના સહયોગથી ધમધમ તું રાખી માનવતાની મહેક પસરાવી રહ્યું છે!!!*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*જોડિયાધામની રામવાડી માં સદગુરૂદેવશ્રી* *ભોલેબાબાજીની* *૩૫મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય દિવ્ય ભંડારો યોજાયો સુંદરકાંડના પાઠ ધૂન સંકીર્તન, મહા આરતી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

Leave a Comment