• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.*

 

*અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો તેમજ ૧૬૫૪ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સગયોગ થી આગામી તા.૪–૮-૨૦૨૨ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૧ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૬૫૪ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી તાબેના લખધીરપુર ગામે ગૌ સેવાના લાભાર્થે શુક્રવારે રા’નવઘણ નાટક ભજવાશે*

editor

Leave a Comment