• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના સચાણા ગામે માછીમારોને વિવિધ યોજના નો લાભ અર્પણ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા……………

સચાણા ગામે માછીમારોને વિવિધ યોજનાકિય લાભો અર્પણ કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ…………………………….

 

*માછીમારોને બોટ લાઇસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, વેસલ રજીસ્ટ્રેશન સર્ટી, ખેડૂત અકસ્માત વીમા સહિતના લાભો અપાયા*

 

જામનગર તા.૦૨ ઓગસ્ટ, રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સચાણા ગામે માછીમાર ભાઈઓ બહેનોને બોટ લાઇસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, વેસલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ખેડૂત અકસ્માત વીમા યોજના સહિતના વિવિધ સરકારી યોજનાના લાભો અર્પણ કર્યા હતા.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર માછીમારોને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે. ખેડૂતોની જેમ જ મત્સઉદ્યોગ માટે પણ સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જોડિયા થી લઈ ઓખા સુધીના તમામ માછીમાર ભાઈઓનો ઉત્કર્ષ થાય તે માટે સરકાર હર હંમેશ મદદરૂપ થવા તૈયાર છે.

 

આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડ જામનગરના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન શ્રી જમનભાઈ, ડાયરેક્ટર શ્રી ઘનશ્યામસિંહ તથા ધીરુભાઈ કારિયા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી ગીરીરાજસિંહ જાડેજા, સામાજીક આગેવાન શ્રી મામદભાઇ તથા શ્રી ખાનભાઇ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના તનવીર શાહે આઈ.ટી.આઈ. પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના ૯ પાસ યુવા ખેડૂતે આગવા કૌશલ્ય થકી માન.રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સન્માન મેળવ્યું*

editor

*HELLO MORBI:મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આવતી કાલથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’*

editor

Leave a Comment