• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ, પાટીદાર સમાજ અગ્રણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI: રાજકોટ: લોહાણા: દુઃખદ અવસાન બેસણું તથા પિયર પક્ષની સાદડી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં અનઅધિકૃત રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ*

editor

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

Hello Morbi

Leave a Comment