• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે નગરના અગ્રણીઓએ લીધો મહાઆરતીનો લાભ* 

સમગ્ર ઉતર ગુજરાતમાં પ્રખ્યાત સેવાધામ તરીકે ઓળખતા ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે પદયાત્રા,સંસ્થાકીય સન્માન,મહાઆરતી તેમજ જલિયાણ પ્રસાદનું અતિ સુચારૂ આયોજન થાય છે.

ગત ગુરૂવારે સમસ્ત માળી સમાજ,સમસ્ત પંચાલ સમાજ,સહયોગ સેવા ટ્રસ્ટ,તલાટી કર્મચારી મંડળ,શાક માર્કેટ એસોસિએશન,મહિલા ઉત્કર્ષ સમિતિ પંચાલ સમાજના અગ્રણીઓએ જલારામ મંદિરે પધારી દર્શન તેમજ મહાઆરતીનો લાભ લીધો હતો.

આ શુભ અવસરે સર્વ પ્રહલાદભાઈ સહયોગ,કિશોરભાઈ ચૌહાણ,કૈલાશભાઈ ગેલોત,દેવુભાઈ સોલંકી,ભરતભાઈ પઢિયાર,હાર્દિકભાઈ સાંખલા,શૈલેષભાઈ સિસોદીયા,અશોકભાઈ પઢિયાર,દીપકભાઈ પઢિયાર,પંકજભાઈ મંડોરા,જગદીશભાઈ પઢિયાર ,મનીષભાઈ ટાંક,રમેશભાઈ પંચાલ,ભીખાભાઈ પંચાલ,દિનેશભાઈ પંચાલ,મીનાબેન પંચાલ,ગીતાબેન પંચાલ,કમલેશભાઈ માળી,અલકેશપુરી ગોસ્વામી,ભરતભાઈ,નેહલબેન,શીતલબેન સહિત સૌ આગેવાનોનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.

આ પ્રેરણાદાયી પ્રસંગે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,શશીકાંતભાઈ ડી.ઠકકર,નટુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,આનંદભાઈ પી.ઠકકર,ગફુલભાઈ દેસાઈ,મહેશભાઈ મનવર,મહેશભાઈ ઉદેચા,કમલેશભાઈ રાચ્છ,આર.ડી.ઠકકર,દિનેશભાઈ કવિરાજ સહિત સૌએ ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સૌએ મહાઆરતી તેમજ કઢી-ખીચડીના જલિયાણ પ્રસાદનો લાભ લઈ રાજીપો વ્યક્ત કરી જલારામ મંદિર દ્રારા થતાં સેવાકીય સત્કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી.

Related posts

CORONAના વધતા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, રિપોર્ટ દાખલ કરવા કહ્યું

Hello Morbi

વિશ્વમાં 7.60 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ

Hello Morbi

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકાર સફાળી જાગી, લીધો મોટો નિર્ણય

Hello Morbi

Leave a Comment