• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યામોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ હબને અનુભવ કામે લગાડીપ્રશ્નોના નિરાકરણ લાવવાનો સક્રિય પ્રયાસ રહેશેનવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા*

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર તરીકે જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે. તેઓનું સ્થાન ટેક્નીકલ એજ્યુકેશન વિભાગમાં ડિરેક્ટર તરીકે કાર્યરત જી.ટી. પંડ્યા એ લીધુ છે. આજરોજ તા. ૧૪ ઓક્ટોબરના રોજ તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.

 

જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યાએ મોરબી જિલ્લાને વિકાસની નવી દિશાઓ આપી પોતાનો ઇન્ડસ્ટ્રીયલ વિભાગનો અનુભવ કામે લગાડી ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોને વધુ ઊંચાઇ આપી તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરી સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત ચાલતી યોજનાઓનો જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વધુને વધુ લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના પૂરોગામી કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા ચાલી રહેલ કામગીરીને સુપેરે આગળ ધપાવીને અનેક નવા કામોની શરૂઆત કરવાનો પણ કોલ આપ્યો છે.

 

મૂળ અમરેલી જિલ્લાના શ્રી જી.ટી. પંડ્યા ૨૦૧૧ બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ માઇનીંગ એન્જિનીયરીંગમાં બી.ટેક.ની ડિગ્રી ધરાવે છે. અગાઉ તેઓ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર, છોટા ઉદેપુર જિલ્લામાં અધિક કલેક્ટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસ કમિશનના મેનેજિંગ ડિરેક્ટર તેઓએ પોતાની સેવા આપી છે અને છેલ્લે તેઓ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ રાજ્ય સરકારના ડિરેક્ટર તરીકે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તેઓની મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક અસર થવાની સંભાવના રહેલી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચના-માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: રાષ્ટ્રવાદી અજયભાઈ લોરીયા દ્વારા પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો*

editor

*HELLO MORBI NEWS: મેંદરડા ની સરસ્વતી સ્કૂલ માં આજે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીને શુભકામના સાથે પરીક્ષા નો શુભ આરંભ કરાવ્યો*

editor

Leave a Comment