• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી-૬૫ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

૬૫-મોરબી ચૂંટણી અધિકારી અને મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીની કચેરી, ઠે.તાલુકા સેવા સદન, રૂમ નં.૧૦૩, પ્રથમ માળ, લાલબાગ, સેવા સદન મોરબી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી, ઠે. મામલતદાર કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં.૦૨, તાલુકા સેવા સદન, મોરબી સમક્ષ ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

 

 

 

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીની કચેરી, ઠે.તાલુકા સેવા સદન, રૂમ નં.૧૦૩, પ્રથમ માળ, લાલબાગ, સેવા સદન, મોરબી ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.*

Hello Morbi

*જામનગરમાં વહેલી સવારે બિલ્ડર પર ફાયરિંગ : મોઢા પર ઇજા*

Hello Morbi

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment