• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા-૬૬ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

ચૂંટણી અધિકારી, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર નં. – ૨,મોરબી, ઠે. રૂમ નં. ૧ મામલતદાર કચેરી, ટંકારા અને મદદનીશ ચૂંટણી અધિકારી ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી,ટંકારા તાલુકા, ઠે. રૂમ નં. ૨ મામલતદાર કચેરી,ટંકારા સમક્ષ તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્વ કરવામાં આવેલ છે.

 

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર નં. – ૨,મોરબીની કચેરી, મોરબી, ઠે. રૂમ નં. ૧ મામલતદાર કચેરી, ટંકારા ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન કરવાનુ થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રી તરફથી જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે નિઃશુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ*

editor

*ગૌવંશ કતલખાને જતા ઝડપાયા બાદ ફરાર આરોપીને ઝડપવા વિહિપ-બજરંગદળ દ્વારા આવેદનપત્ર*

Hello Morbi

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment