• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: લાલપર ગામે દેશી જામગરી બંદૂક સાથે એક ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ*

મોરબી :તા ૨૪ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમ્યાન લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયા તથા ભગીરથભાઇ લોખીલને મળેલ બાતમીને આધારે પીએસઆઇ વી.જી.જેઠવા સહિતના સ્ટાફે લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી આરોપી સંજયભાઇ ભરતભાઇ જંજવાડીયા, ઉ.૨૬, રહે. વિદ્યાનગર સોસાયટી, એન જી.મહેતા સાયન્સ કોલેજ સામે, આશાપુરા પાન પાસે, તા.જી.મોરબી, મુળ રહે. વેજલપર, તા.માળીયા વાળાને દેશી હાથ બનાવટનુ લોખંડનુ જામગરી જેવુ હથિયાર કિંમત રૂપિયા ૨૦૦૦ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આસફળ કામગીરી પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ તથા પંકજભાઈ ગુઢડા સહિતના સ્ટાફે કરી હતી.

Related posts

*HELLO MORBI:હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા*

editor

*પડધરી પોલીસ ની ઉંઘ ઉડાડતી તસ્કર ટોળકી*

Hello Morbi

*HELLO MORBI NEWS મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન*

editor

Leave a Comment