• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે સગવડતાપૂર્ણ શેડનું કરવામાં આવેલ ઉદ્ઘાટન-લોકાર્પણ* 

પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી ડીસાની પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની તપોભૂમિ એવી ગૌશાળામાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની ગૌકથાનું આયોજન કરવામાં આવેલ. આ કથામાં વધેલ ધનરાશિમાંથી ગૌમાતાઓને સારી રીતે સાચવી શકાય તેવો સંપૂર્ણ સગવડતાપૂર્ણ શેડ બનતાં તેનું સંતોના વરદહસ્તે ઉદ્ઘાટન-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ દિવ્ય અવસરે સંતો સર્વ ટેંટોડાના રામરતનજી મહારાજ,કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ,સૌરાષ્ટ્રના પરષોતમદાસજી મહારાજ ,રામ સ્વરૂપદાસજી મહારાજ,સુરેશભાઈ જોષી સહિત સૌએ ઉપસ્થિત રહી ગૌમાતાઓનું પૂજન કરી દીપપ્રાગટય દ્રારા શેડનું ઉદ્ઘાટન-લોકાર્પણ કર્યું હતું.

માગસર સુદ બીજના અનુસંધાને શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાના ભજનનું પણ આયોજન કરાયું હતું.આ પવિત્ર અવસરને સફળ બનાવવા સર્વ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,મણીભાઈ શેઠ,ભરતભાઈ ભાવિક,માધુભાઈ પ્રજાપતિ,અજયભાઈ માળી,મુકેશભાઈ આચાર્ય,ખુશાલભાઈ ટી.ઠકકર,કનુભાઈ આચાર્ય,છગનભાઈ સોની,ભરતભાઈ મોદી,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી,શૈલેષભાઈ રાચ્છ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.સૌ માટે ભોજન પ્રસાદની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રે ધ્વનિ બીટસના સથવારે કલાકાર સંજયભાઈ બારોટના રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંકલન-સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબીના નામાકિંત ધારાશાસ્ત્રી “હેમાંશુભાઈ” પોપટનો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

*કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે થયા દાખલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે ૧૮ જૂનથી ૦૧ જુલાઈ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે*

editor

Leave a Comment