• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી: એસટી બસના અનેક મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓને મુસાફરો દ્વારા નવ નિયુક્ત ધારાસભ્યને કરાઈ રજૂઆત: અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

આજરોજ એસટી બસના મુદ્દાઓ ને લઈને વિદ્યાર્થીઓ તથા મુસાફરો દ્વારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ને રજૂઆત કરવામાં આવી.
GSRTC દ્વારા ટૂંક સમયમાં પડધરી થી રાજકોટ રૂટના ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જે દર સામાન્ય શુલ્ક થી વધારે હોય તેવું મુસાફરો દ્વારા કહેવામાં આવ્યું હતુ. તથા બસ પડધરી શહેરમાં નહીં પરંતુ બાયપાસ થી ચલાવવામાં આવે છે જેના કારણે પડધરીમાં વસવાટ કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓ સમયસર બસ ન મળવાના કારણે પોતાની ફરજ પર સમયસર પહોંચી શકતા નથી. અવાર નવાર રજૂઆત કરી હોવા છતાં પણ ઘણી બધી બસો બાયપાસ થી જતી રહે છે. તેમજ મોવૈયા સર્કલે સ્ટોપ હોવા છતાં બસ રોકવામાં આવતી નથી જેના કારણે મુસાફરોને તથા વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ થાય તેના માટે તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે સાથે જણાવવામાં આવ્યું હતું કે જો સાત દિવસમાં આ પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ અને મુસાફરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI: બાલંભા: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાલંભા ગામની જનતાએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો*

editor

*ઐતિહાસિક સંકલ્પ દિવસ નિમિતે BSKC સ્ટડી સેન્ટર કોડીનાર વિશેષ કાર્યક્રમ*

Hello Morbi

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

Hello Morbi

Leave a Comment