• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ખેતી અને ઉદ્યોગ પર ભાર મુકાય તો આર્થિક વિકાસ વધે: હરેશ બોપલિયા પ્રમુખશ્રી સિરામિક એસોસિયેશન મોરબી*

ખેતી અને ઉધોગ પર ભાર મુકાય તો આર્થિક વિકાસ વધે

અંદાજપત્ર આપણે ત્યાં વર્ષોથી જાહેર થતાં આવ્યાં છે પણ આજના સમયે તેની ઉપયોગીતા અને મહત્ત્વ ઓછા નથી થયાં. અંદાજપત્રને મહત્ત્વની આર્થિક ઘટના તરીકે જોવામાં આવે છે. મારી દૃષ્ટિએ ઉદ્યોગોનો વિકાસ થાય એવી ચોક્કસ નીતિ ઘડાવી જોઈએ. સબસિડી વિના જ આ કામગીરી થવી જોઈએ. એ ઉપરાંત નિકાસ માટે પણ સર્વાંગ સંપૂર્ણ યોજનાની આવશ્યકતા છે
ઉદ્યોગ અને ખેતીનો વિકાસ થાય એવા પગલાં નવા અંદાજપત્રમાં લેવાય એવી આશા રાખું છું. સામાન્ય લોકોને લાભ થાય એ માટે રોજગારીનું વધુને વધુ સર્જન કરવામાં આવે અને ભાવવધારો અત્યારે ટોચ પર છે તેમાં નિયંત્રણ આવે એ પ્રકારે જાહેરાતો કરવી જોઈએ. સ૨કા૨ અંદાજપત્રમાં મોટી મોટી રકમની જાહેરાતો કરતી હોય છે પણ એ પ્રમાણે ફંડ પ્રાપ્ત થતું નથી. ફંડ મળે તો વપરાતું નથી કે જે વર્ગ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શક્યું નથી એટલે એની વ્યવસ્થા જરૂરી છે. ઉદ્યોગકારોને અને ખેડૂતોને મહત્તમ લાભ મળે એવી જાહેરાતો થાય તો આર્થિક વિકાસને ચોક્કસપણે ફાયદો મળી શકશે. માળખાકીય સુવિધાઓમાં ખર્ચ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે તેવી ભ્રામક માન્યતામાંથી બહાર આવવું હવે જરૂરી થઈ ગયું છે. અંદાજપત્રમાં મફત આપવાનું ઓછું કરતું જવું જોઈએ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી રામધન આશ્રમનામહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*

editor

*HELLO MORBI:કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 માં દાવણગેરે નોર્થ બેઠક પર ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જની જવાબદારી સંભાળતા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા.*

editor

*HELLO MORBI:મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડા ને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું*

editor

Leave a Comment