• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના બે અલગ અલગ ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસ્તથી ફરતી મહિલાને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતતી આરોપી સ્ત્રી ને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૧/૦૨/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.(૧) ફ.ગુ.ર.નં.૨૧/૦૩ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ તથા (૨) ફ.ગુ.ર.નં.૨૬/૦૩ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂ ડો/ઓફ ચકુ મોહન દેવીપુજક રહે.રાજકોટ, કોઠારીયા રોડ,હુડકો કવા.પાછળ દિપ્તીનગર, શેરી નં.૧ વાળી હાલે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ માં નીકીતાબેન નામથી રહેતી હોવાની હકીકત મળતા ઉપરોકત સ્ટાફ તથા મહીલા પો.હેડ. કોન્સ.ફુલીબેન તરારનાઓ સાથે હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા ઉપરોકત ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂબેન ઉર્ફે નીકીતાબેન ડો/ઓફ ચકુભાઇ મોહનભાઇ સોલંકી દેવીપૂજક ઉ.વ.૩૯ રહે. રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સંતોષી માતાજીના મંદીર સામે વાળીને આજરોજ તા.૦૧/૦૨/૨૩ ના પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી જિલ્લામાંથી બે બળવાખોરોને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે*

editor

*જોડીયા ના બાલંભા ના ઉદાસીન આશ્રમ ના મહંત વિરૂઘ્ધ મહિલાએ નોધાવી દુષ્કર્મ ની ફરિયાદ*

Hello Morbi

Leave a Comment