• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શનાળા પટેલ સમાજ વાડી ખાતે સોમવારે આર્યુવેદિક કથા યોજાશે*

મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા(મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે.
મોરબીમાં પૈસાની રેલમછેલ છે, છતાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે. એ માટે આ કથાનો લાભ અવશ્ય લેશો. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે.
મોરબી શહેર તથા આજુબાજુના ગામોની જનતા(ભાઇઓ તથા ખાસ તો બહેનો) આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લઇ આરોગ્ય લક્ષી જાણકારી મેળવે તે માટે આહ્વાન કરવામાં આવે છે.
“જ્યારે આહાર જ ખોટો હોય ત્યારે
દવાની કોઈ અસર થતી નથી,
જ્યારે આહાર બરાબર હોય ત્યારે
દવાની કોઈ જરૂર નથી.”
દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો હાજરી આપે તેવી આશા રાખું છું. ખાસ તો આપણા રોજિંદા આહારમાં બહેનો મુખ્ય ભાગ ભજવે છે. રસોઈનું કામ તથા બાળ સંભાળ બહેનો જ કરે છે.
આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તો આવતી કાલે ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવીએ છીએ.
– પ્રાણજીવન કાલરિયા, મોરબી

Related posts

*HELLO MORBI:રાજ્યમાં બિપ્રોજોય વાવાઝોડા ની સંભવિત વ્યાપક અસર ને અનુલક્ષી ને દરીયા કિનારા ના 6 જિલ્લાઓ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવા નો મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે*

editor

*વિરપુર ખાતે સફા મહિલા વિકાસ મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન કોમિ એકતા ના પ્રતિક એકજ મંડપ મા ૪૦ મુસ્લિમ દુલ્હા દુલ્હન નિકાહ પડશે*

Hello Morbi

*તલાટી મંત્રી ની હડતાલ સમેટાઈ રાજયમંત્રી મેરજા સાથેની બેઠક માં લેવાયો નિર્ણય*

Hello Morbi

Leave a Comment