• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ની રજૂઆત ફળી*

મોરબી તા૧૯ સમગ્ર રાજયમાં વિવિધ યોજનાઓ દ્વારા એક લાખ કરતા વધુ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ ચેકડેમો પૈકીના ઘણા ચેકડેમો બનાવ્યા તેને ઘણો સમય થયેલ હોય તેમાંથી ઘણા ચેકડેમો હાલ નુકશાન પામેલ છે. જેને મરામત કરવાથી ચેકડેમોની સંગ્રહ શકિત પુનઃ સ્થાપિત થશે. જેનાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પાણીની સંગ્રહશકિત પુનઃસ્થાપિત કરી શકાશે. આ અંગે ૬૬ ટંકારાના ધારાસભ્યશ્રી તેમજ મોરબી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને આ બાબતે રૂબરૂ મળી. આ ચેકડેમોને ૮૦:૨૦ ના ધોરણે મરામત માટેની મંજુરી આપવી જોઈએ તેવી રજુઆત કરેલ. જેથી કરી સમગ્ર રાજયમાં ખેડુતોને સિંચાઈના પાણીનો પુરતા પ્રમાણમાં લાભ મળી શકે અને ખેડુત પોતાની આવક બમણી કરવામાં સક્ષમ થઈ શકે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકાર નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તારીખ ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે રાજયમાં વધુમાં વધુ ચેકડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધશે. તેમજ લોકભાગીદારીથી રીપેરીંગ થયેલા ચેકડેમો ભરાતા ખેડુતોને પણ સિંચાઈમાં પુરતો લાભ મળશે. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા પાણી પુરવઠા મંત્રીશ્રીને ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે અને ખેડુતો માટેની આ સંવેદનાને વાંચા આપેલ છે તે માટે ફરી ખુબ ખુબ આભાર માનેલ છે.

Related posts

*ડૉ.બાબા આંબેડકર સાહેબની ૧૩૦ મીજન્મ જયંતિ નિમિત્તે પી.એસ.આઇ એ ફૂલહાર કરી સેલ્યુટ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ આવતીકાલ થી શરૂ*

Hello Morbi

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

Leave a Comment