• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહેસાણા ખાતે અમૃતનાં ઓજસ પુસ્તકનું થયું દબદબાભેર વિમોચન*

મહેસાણા ખાતે અમૃતનાં ઓજસ પુસ્તકનું થયું દબદબાભેર વિમોચન
મહેસાણા જલારામ મંદિર તેમજ રઘુવંશી લોહાણા સમાજના ખૂબ જ કર્મઠ,વિવેકી,જાગૃત,નિષ્ઠાવાન,નિખાલસ,નિસ્વાર્થ તેમજ હસમુખા પ્રમુખ અમૃતભાઈ કે.ઘેલાનું ગત વર્ષે તારીખ 20-5-2022 ના રોજ દુખદ નિધન થયું હતું.તેમની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ તારીખ 20-5-2023 શનિવારે મહેસાણા દૂધ સાગર ડેરી હોલમાં તેમના જીવનકવન ઉપર બનેલ પુસ્તક “અમૃતનાં ઓજસ” સ્મૃતિગ્રંથનું સંતો તેમજ મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં દબદબાભેર વિમોચન કરવામાં આવ્યું હતું.
અમૃતભાઈ ઘેલા પરિવારના સર્વ સુરેશભાઈ,ભરતભાઈ,જગદીશભાઈ,મનીષભાઈ,ગીરીશભાઈ સહિત સૌએ તમામ મહેમાનોને મીઠો આવકાર આપ્યો હતો.આ પ્રેરણાદાયી અવસરે કમીજલા મહંત પૂજ્ય જાનકીદાસજી બાપુ,ગોતરકાના પૂજ્ય નિજાનંદ બાપુ,મહેસાણા જલારામ મંદિરના પૂજારીજી,મહાનુભાવો સર્વ કનુભાઈ આચાર્ય,ચીનુભાઈ શાહ,નવીનભાઈ ભોજક,પ્રહલાદભાઈ ઉણવાળા,અચરતભાઈ ઠકકર,હેમરાજભાઈ પટેલ,પ્રોફેસર ચીનુભાઈ માંડવીવાળા,ભગવાનભાઈ બંધુ,મણીભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ અખાણી,પ્રવિણભાઈ વાલજીભાઈ ઠકકર,પીયુષભાઈ વી.ઠક્કર,માણેકભાઈ અખાણી,ડો.લલીતભાઈ ઠકકર સહિત અનેક મહાનુભાવોએ સાથે મળી સંગીતના મીઠા સૂરના સથવારે “અમૃતનાં ઓજસ ” પુસ્તકનું વિમોચન કરી સૌએ પોતપોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રહલાદભાઈ ઠકકર તેમજ પ્રોફેસર રાજેશભાઈ ઠકકરે કર્યું હતું.ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ખૂબ જ સેવાભાવી મહામાનવ એવા સદગત અમૃતભાઈ ઘેલાની પ્રથમ પૂન્યતિથિએ યોજાયેલ આ સ્મરણાંજલી,ભાવાંજલી,દિવ્યાંજલી કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સ્નેહીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌ માટે સુરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.અતિ સુચારૂ આયોજન અને મીઠા આવકારથી સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કરી ઘેલા પરિવારની વિશેષ પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

Related posts

*મોરબી જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*ખેડા જિલ્લા ના માતર તાલુકા ના ચાનોર ગામે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગ થી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:ઔશ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 83 દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment