• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ખેડૂતો માટે ખેત ઓજારો ગોડાઉન સહિત વિવિધ સાધન સહાય યોજનાનો ૫ મી જૂનથી પ્રારંભ*

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ સ્વીકારવામાં આવશે.

રાજ્યના ખેડુતોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની આઇ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂત મિત્રોએ મોરબી ખેતીવાડી કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના હોટલ માલિકોએ ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

*HELLO MORBI:હળવદ શ્રીહરી, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ પકડી પાડતી એસ.ઓ.જી.મોરબી*

editor

**જામનગર આરટીઓ જે જે ચૌધરીની સૂચનાથી 10 ભારે વાહન ડીટેન કરી 2 ૭૯ 572 નો દંડ ફટકારાયો*

Hello Morbi

Leave a Comment