• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા 𝐈𝐌𝐀 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) મોરબી દ્વારા વિધાર્થીઓ માટે હીમોગ્લોબીન્ તેમજ બલ્ડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો*

ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા IMA (Indian Medical Association) મોરબી દ્વારા તા. ૦૯/૦૯/૨૦૨૫, મંગળવારનાં રોજ *“શ્રી બુનિયાદી કન્યા શાળા” તથા “તાલુકા શાળા નંઃ૧”*મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી *કુલ ૧૭૦ વિદ્યાર્થીઓના* બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને તેમનું બ્લડ ગ્રુપ સર્ટીફિકેટ અને હિમોગ્લોબિનનો રીપોર્ટ આપવામાં આવશે તેમજ જેને હિમોગ્લોબિનની ઉણપ જણાશે એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ અઘારા દ્વારા સરળ ભાષામાં પણ ખૂબ જ સુંદર રીતે બાળકોને હિમોગ્લોબિન અંગેની અને એનાં માટે જરૂરી ખોરાક અંગે તથા બાળકોમાં આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે સભાનતા આવે તેવી માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્યલક્ષી તથા જ્ઞાનાર્જનના માટે બાધક કારણોની પણ માહિતી આપવામાં આવી હતી. ભા.વિ.પ. નાં સભ્ય હરદેવભાઈ ડાંગર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પમાં કેનેડા વાળા મિતુલભાઈ પાવાગઢીનો આર્થિક સહયોગ રહેલ હતો.
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

Related posts

*HELLO MORBI: આમરણ શાખા bank of baroda માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

editor

*કચ્છ હાઈવે પર મુંગા પશુ ઓની હેરફેર કરતું આઇસર વાહન પકડાયુ* 

Hello Morbi

Leave a Comment