• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ઉમેદવારી પત્રો ભરતી વેળાએ ઉમેદવાર બેથી વધુ સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરી શકશે નહીં*

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ અન્વયે ગુજરાતમાં તા.૨૮/૦૨/૨૧ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ કોઇપણ સૂચિત ઉમેદવારને તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ત્રણથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા જણાવેલ છે.               જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય બે મળી ત્રણ વ્યક્તિઓને જ પ્રવેશ કરી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર અને અન્ય બે તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા બે દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના બે અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. એટલે કે કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થક સાથે બે થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો , ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું દિવ્ય થી ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેરના રાતડીયા ખાતે રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો; લોકોને વિવિધ સેવાઓ મળી એક સ્થળે*

editor

Leave a Comment