• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૨/૦૬/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમા વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા એ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર- mukeshkoddhiyaaa માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ કોન્સ. સામંતભાઇ રાયધનભાઇ છુછીયા નાઓને મળેલ બાતમી આધારે સદરહુ યુઝર આઇ.ડી. વાળા ઇસમનુ નામ સરનામુ મેળવી પંચાસીયા ગામે એસ.ઓ.જી.ટીમ સાથે તપાસ કરતા નીચે જણાવેલ ઇસમ નંબર (૧) પોતે ઉપરોક્ત યુઝર આઇ.ડી.માં બીજાના પરવાના વાળા હથિયારના ફોટા પોસ્ટ કરનાર તથા નંબર (૨) ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ
એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
(૧) વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા જાતે દેવીપુજક ઉવ.૨૨ ધંધો-ખેતી રહે. પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી (૨) હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા જાતે દેવીપુજક ઉવ.૬૫ ધંધો ખેતી રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૬૦,૦૦૦/- (૨) રેડ મી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા

Related posts

*HELLO MORBI NEWS:જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું*

editor

*HELLO MORBI: વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા (સુ.) ગામે પહોંચતા ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું*

editor

*અયોધ્યામાં નવ નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી*

Hello Morbi

Leave a Comment