• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું.
છેલ્લા પાંચ વર્ષથી ગૌમાતા,ગૌસેવા તેમજ ગૌરક્ષાને કેન્દ્રમાં રાખીને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પૂજ્ય જલારામ બાપાનાં દર ગુરૂવારે નિરંતર ભજન થાય છે.259 મા ગુરૂવારે જૂના ડીસા હિંદુ સનાતન સમાજ સહિત અનેક સંસ્થાઓમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા ખૂબ જ ઉદાર,દયાળુ,હોંશીલા અને ધર્મપ્રેમી એવા દીલીપભાઈ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને ભજન સત્સંગનો કાર્યક્રમ હતો.તેમના પિતાજી સદગત શાંતિલાલ શીવલાલ બ્રહ્મભટ્ટ જૂના ડીસાના સરપંચ પણ હતા.
ભજનોની રમઝટના અંતે બ્રહ્મભટ્ટ પરિવારનાં સર્વ માતુશ્રી પાર્વતીબેન,દીલીપભાઈ,નીલમબેન,યશકુમાર,આંચલબેન વિગેરેનું જલારામ સત્સંગ મંડળ તેમજ જૂના ડીસાના અગ્રણીઓ દ્રારા જલારામ દર્શન ગ્રંથ તેમજ જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.બ્રહ્મભટ્ટ પરિવાર દ્રારા ગૌસેવા હેતુ રૂપિયા 51000 નું યોગદાન અર્પણ કરાયું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,આત્મારામભાઈ ઓઢાવાળા,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,સંજયભાઈ બારોટ,સતીષભાઈ પટેલ,સુભાષભાઈ ઠકકર,ડો.જગદીશભાઈ કે.ઠકકર,દિનેશભાઈ ચોકસી,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ રતાણી,દેવચંદભાઈ એન.ઠકકર સહિત સૌએ દીલીપભાઈ બ્રહ્મભટ્ટને ગૌસેવા,ધર્મસેવા,સમાજસેવા તેમજ રાષ્ટ્રસેવા બદલ અભિનંદન આપી નિરામય દીર્ઘાયુ માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી સુંદર આયોજન બદલ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

editor

*HELLO MORBI NEWS:મોરબી LCB નીટીમ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કચેરી ખાતે બોલાવી કડક સૂચના અપાઈ*

editor

*ઘાટવડ માં જશ્ને ઈદે મિલાદ્દુનબી નું જુલુસ કોમી એકતા અને ભાઈચારાની સાથે કાઢવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment