• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા(મીં)તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણકરી વોટ્સએપ સ્ટેટસમાં હથિયાર વાળા ફોટા સીન જમાવવા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાના શરત ભંગ કરનારને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા(મીં)તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણકરી વોટ્સએપ સ્ટેટસમાં હથિયાર વાળા ફોટા સીન જમાવવા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાના શરત ભંગ કરનારને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

તા.૦૯/૦૭/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓએ સોશ્યલ મીડીયા વોટ્સએપ સ્ટેટસમાં મુસ્તાકભાઇ અનવરભાઇ એ હથીયાર સાથે ફોટા અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પો.હેડકોન્સ.જુવાનસિંહ ભરતસિંહ રાણા તેમજ પોલીસ કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર નાઓને મળેલ બાતમી આધારે વોટ્સએપ સ્ટેટસમાં ફોટાવાળા ઇસમનું નામ સરનામુ મેળવી ઓનેસ્ટ ચેક પોસ્ટ માળીયા કંડલા ને.હા.રોડ પાસેથી નીચે જણાવેલ ઇસમ નંબર (૧) પોતે ઉપરોક્ત વોટ્સએપ સ્ટેટસમાં બીજાના પરવાના વાળા હથિયાર સાથેના ફોટા પોસ્ટ કરનાર તથા નંબર(ર) ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
(૧) મુસ્તાકભાઇ અનવરભાઇ જામ જાતે મીયાણા ઉવ.૨૯ ધંધો-ખેતી રહે.જામવાસ હંજીયાસર તા.માળીયા જી.મોરબી (ર) અનવરભાઇ હારૂનભાઇ જામ જાતે મીયાણા ઉવ.૪૯ ધંધો ખેતી રહે. જામ વાસ હંજીયારસર તા.માળીયા જી.મોરબી
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- (૨) વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ
એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર કડીવાર, સબળસિંહ
સોલંકી તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ
જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા માણસુરભાઇ ડાંગર
તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે
જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

editor

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

Hello Morbi

*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ સંવાદ નું આયોજન થયેલ*

Hello Morbi

Leave a Comment