• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ..*

*માળીયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ..*

માળીયા(મી.) : માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા,સરવડ ,ખાખરેચી દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી .ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દૂર કરવામાં આવ્યા હતા.તથા લોકોને વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.એમ.ઓ શ્રી ડો .ડી.વી. બાવરવા સાહેબ ની સૂચના મુજબ અને ટી.એચ.ઓ. માળીયા ડૉ.ડી.જી.બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા.10 થી 19 સુધી ઝુંબેશનાં સ્વરૂપમાં કરવાની છે.જે અંતર્ગત આજરોજ ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ હતું.

ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી કરેલ હતી.નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ હતા.જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને રૂબરૂ મુલાકાત લઈ બિરદાવતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું*

editor

*વાંકાનેર:ભારતીય જનતા પાર્ટી ની વાંકાનેર ખાતે પહોંચેલી ગુજરાત ગૌરવ યાત્રા માં કેન્દ્ર મંત્રી પિયુષભાઈ ગોયલ અને ડો.ભરત બોઘરા નું ઉષ્માભેર સન્માન સ્વાગત કરતા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રાજુભાઈ મઢવી*

Hello Morbi

Leave a Comment