• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બે બાળાઓનું અપહરણ કરનાર ને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમના કારખાનામાંથી બે સગીર બાળકીના થયેલ અપહરણના ગુન્હામા ભોગબનનાર બાળકીઓ તથા આરોપીને ગણતરીના કલાકો માં શોધી કાઢતી મોરબી તાલુકા પો.સ્ટેની પોલીસ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૩૦૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૩ ,૩૬૬ તથા

પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧૫/૦૭/૨૦૨૩ કલાક.૧૮/૦૦ વાગે વાગ્યે જાહેર થયેલ છે. આ કામે ફરીયાદી
રંજનબેન વા.ઓ. મુન્નાભાઇ બચુભાઇ અઘોલા/કોળી ઉ.વ.૩૫ રહે- મોરબી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, આ કામના
ફરીયાદીની સગીરવયની દિકરી ભોગબનનાર (૧) ઉવ-૧૩ વર્ષ ૧૦ માસ ૨૫ દિવસ વાળીને લલચાવી ફોસલાવી
લગ્ન
કરવાની લાલચ આપી, જાતીય શોષણ કરવાના ઇરાદે, તથા નાની દિકરી ભોગબનનાર (૨) ઉવ-૮ વર્ષ ૮ માસ ૬ દિવસ
વાળીઓને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત નંબરથી ગુન્હો
રજી.કરી આગળની તપાસ અમોએ જાતે થી સંભાળી લીધેલ.
ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ કામની તપાસ ચાલુ હોય દરમ્યાન પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબે આવા ગંભીર પ્રકારના ગુન્હા ડીટેક્ટ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા બંન્ને ભોગબનનારને સત્વરે શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ પોલીસ અધિક્ષક, મોરબી. તથા શ્રી પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ મોરબીનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સ મારફતે તપાસ કરતા આ કામેના બંન્ને ભોગબનનાર તથા આરોપી રજાક સ.ઓ. ઇશાભાઇ ગગાભાઇ મુસાણી જાતે મીયાણા ઉ.વ.આશરે ૧૯ રહે. હાલ- વંશરાજનગર, રણુજા મંદીરની સામે,કોઠારીયા રોડ, કોઠારીયા, રાજકોટ મુળ-રેલ્વે ફાટક પાસે, માળીયા(મી) જી.મોરબી વાળોઓને શોધી કાઢવામા આવેલ અને સગીરવયની ભોગબનનારની પુછપરછ કરતા ભોગબનનાર સાથે આરોપીએ વારવાર શરીર સંબધ બાધેલ હોય જેથી આઇ.પી.સી કલમ-૩૭૬(૨)(જે)(એન),૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ-પ(એલ), ૬, નો ઉમેરો કરવામા આવેલ છે. તેમજ આરોપીને તા-૧૮/૦૭/૨૦૨૩ ના કલાક-૧૯૪૪૫ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
કામગીરીમા રોકાયેલ અધિકારી/કર્મચારીઓ:-
કે.એ.વાળા પો.ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે તથા મોરબી તાલુકા પો.સ્ટે ના અધિકારી /કર્મચારીઓ સદરહુ કામગીરીમા રોકાયેલ હતા.

Related posts

*વાવાઝોડામાં વૃક્ષનું ખેદાનમેદાન છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું કેમ નથી?*

Hello Morbi

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

Hello Morbi

*પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા અને નવ નિયુક્ત કોંગી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મોરબી ની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment