• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નેશનલ હાઈવેના ખાડા બુરવા મુખ્યમંત્રી ને રજૂઆત*

મોરબી તા ૨૨ : મોરબી જીલ્લામાં આવેલા નેશનલ હાઈવે નં.-૮ અ ને રીપેરીંગ કરવા માટે બનાવવામાં આવેલા ખાડાઓ મોતના ખાડાઓ સાબિત થઈ રહ્યા છે. આ મોતના ખાડાઓને તાત્કાલિક બુરાવવામાં આવે જેથી કોઈ માનવ જીંદગી બચી શકે તે માટે મુખ્મંત્રીશ્રીને ને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮-અ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે. આવા ખાડા લાંબો સમય સુધી બુરવામાં આવતા નથી. જેને લઈને રસ્તા પરથી પસાર થતા બાઈક સવારો અકસ્માતનો ભોગ બને છે. તાજેતરમાં જ ગાળા ગામના યુવાન હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણીનું આવા જ ખાડાને કારણે અકસ્માત થતા પોતાનો જીવ ગુમાવ્યો છે. તો આવા ખાડાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેમજ મૃતકને યોગ્ય સહાય આપાવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માંગણી કરવામાં આવી છે.

 

Related posts

*સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય જલારામ બાપાની 𝟐𝟐𝟔 મી જન્મજયંતિ નિર્વિઘ્ને ઉજવાતાં ડીસાના જલારામ ભક્તોએ કરી પદયાત્રા*

editor

*HELLO MORBI NEWS:સલાયા લોહાણા મહાજન આયોજિત ચૈત્રી નવરાત્રીની આજરોજ દીપ પ્રાગટ્ય કરી થઈ વિધિવત શરૂઆત*

editor

Leave a Comment