• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં જણાવેલ જે સુચના અન્વયે ટ્રાફીક શાખાના પો.ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓ તથા સ્ટાફના માણસો સદરહું કામગીરી સબબ કાર્યરત હતા દરમ્યાન મોરબી મીરર ન્યુઝના ફેસબુક પેઇઝ ઉપર એક વિડિયો અપલોડ કરેલ જોવામાં આવેલ છે. જે વિડીયો જોતા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રકનો ચાલક પોતાના હવાલાવાળો ટ્રકવાળો પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી આડો અવડો ચલાવી હાઇવે રોડ ઉપર નીકડતા, પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તેવુ કૃત્ય કરેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના રજી. નંબર GJ-13-AT-2121 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ સદરહું રજી.નંબરવાળા વાહનની આર.ટી.ઓ.માંથી ડીટેઇલ મેળવી, સદરહુ ટ્રક રજી નં GJ-13-AT-2121 ના ડ્રાઇવરને ટ્રક સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું ટ્રકના ડ્રાઇવર અનીલભાઇ બીજલભાઇ બરબસીયા-બોરીચા ઉ.વ.૩૦ ધંધો- ડ્રાઇવિંગ રહે- ૨૦-ભગવતીપરા, રાજકોટ મુળ રહે- પીઠળ તા.જોડીયા જિ.જામનગરવાળા વિરૂધ્ધ IPC કલમ ૨૭૯,૩૩૬ તથા MVACT કલમ-૧૭૭,૧૮૪ મુજબ મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ યોજવા મા આવ્યો*

Hello Morbi

*મોરબી નગર પાલિકા વિસ્તાર માં આવતો રણછોડ નગર એરીયા ને ભૂગર્ભ ગટર અને સફાઈ કામ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા કીડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ*

Hello Morbi

Leave a Comment