• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લાલપર ગામની સીમમાં આવેલ ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૨૩,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

લાલપર ગામની સીમમાં આવેલ ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૨૩,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૨૦/૦૯/૨૦૨૩
શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, ચંદુભાઇ કાણોતરા, તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, તેજશકુમાર વિડજાને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ કે, કુલદીપભાઇ વિનોદભાઇ પટેલ રહે. બગથળા તા.જી.મોરબી વાળાએ લાલપર ગામની સીમમાં આવેલ સયાજી હોટલ સામે ઇ.એસ.સી. ડેકોરેટીવ નામનું ગોડાઉન ભાડે રાખી ગોડાઉનના સેડમાં ટાઇલ્સના બોકસની આડસ કરી તેમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ૨,૯૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૨૩,૯૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. કુલદીપભાઇ વિનોદભાઇ મેરજા ઉ.વ. ૨૭ રહે. બગથળા તા.જી.મોરબી
૨. ભગીરથસિંહ ગજુભા પરમાર ઉ.વ. ૩૩ રહે. મોરબી-૦૨ લાલબાગ સરકારી કવાર્ટસ ૩. મૌલીકભાઇ ઘનશ્યામભાઇ ઉભડીયા ઉં.વ. ૨૬ રહે. મહેન્દ્રનગર હરીગુણ સોસાયટી જી.મોરબી
૪. સુરૂભા વિક્રમસિંહ સોલંકી ઉ.વ. ૩૫ રહે. મોરબી ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે
૫. શૈલેષભાઇ મનુભાઇ ડાંગર ઉ.વ. ૩૯ રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક
૬. પ્રવિણભાઇ રામભાઇ ડાંગર ઉ.વ. ૩૫ રહે. નાની વાવડી કબીરધામ આશ્રમ પાસે મારૂતી પાર્ક
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી, મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ., એલ.સી.બી. તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હર્તા

Related posts

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મહિના અગાઉ નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

*HELLO MORBI NEWS:તારાણા મુકામે રાજપૂત સમાજ દ્વારા ચાલતી ભાગવત કથા*

editor

Leave a Comment