• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:થરાના કુંજ ઠકકરે સર્વિસના પ્રથમ પગારનું સંપૂર્ણ દાન કરી નવો ચીલો ચાતર્યો*

થરાના કુંજ ઠકકરે સર્વિસના પ્રથમ પગારનું સંપૂર્ણ દાન કરી નવો ચીલો ચાતર્યો
કાંકરેજ તાલુકાના થરા નગરના વતની એવા કુંજ નિરંજનભાઈ ઠકકરે અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત એવી નીરમા યુનિવર્સિટિમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંગ્લોરની પ્રખ્યાત ટેડીઓન કંપનીમાં છેલ્લા ચાર માસ ઈન્ટરશીપ કરી હતી.રેગ્યુલર સર્વિસ શરૂ થતાં જ તાજેતરમાં તેનો પ્રથમ પગાર રૂપિયા 100000 (એક લાખ) આવતાં સંપૂર્ણ પગારનું સેવાકાજે દાન કર્યું હતું.
આ રકમમાંથી શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્ર થરામાં રૂપિયા 25000(પચીસ હજાર),રૂપિયા 25000 વારાહી ગોકલાણી મંદિર,25000 શ્રી સરસ્વતી શિશુ મંદિર થરા તેમજ રૂપિયા 25000 છ જેટલી ગૌશાળાઓમાં દાન કરી જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.
કુંજ ઠકકરના પિતા નિરંજનભાઈ ઠકકર,દાદા અચરતભાઈ ઠકકર,ભગવાનભાઈ બંધુ સહિત સમગ્ર પરિવાર વિવિધ સેવાકીય સત્કાર્યો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.કુંજ ઠકકરે પોતાના પ્રથમ પગારનું સંપૂર્ણ દાન કરી એક નવો ચીલો ચાતરી અનેક યુવાનોને સેવાકીય પ્રવૃતિઓમાં સહયોગ કરવા પ્રેરણા પૂરી પાડી છે.

Related posts

*HELLO MORBI:સુરેન્દ્રનગરમાં રાહદારી મહિલા ને તડકો લાગતા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ માનવતા મહેકાવી!!*

editor

*બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આગ ઓલવવાનો ડેમો સ્ટેશન અપાયું*

Hello Morbi

*પનામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ પડધરી દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment