• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામે મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યા*

રિપોર્ટર. શરદ એમ.રાવલ………   હડિયાણા……………..હડિયાણા ખાતે મહોરમ પર્વ નિમિતે તાજીયા ઝૂલુસ નીકળ્યા…

 

હડિયાણા ખાતે મહોરમ પર્વની કરવામાં આવી ઉજવણી…..

ઇસ્લામધર્મના મહાન પયંગબર હઝરત મહોમ્મદ (સ.વ.અ.)ના દોહીત્ર હઝરત ઇમામ હુસેન (રદી.) અને તેમના ૭૨ જાનીસાર સાથીઓએ કરબલાના મેદાનમાં સત્યકાજે વહોરેલી શહાદતની યાદમાં નીકળતા તાજીયા સોમવાર કતલની રાત બાદ મંગળવારે તાજીયા પડમાં આવ્યા હતા.મહોરમ નિમિતે હડિયાણા મુસ્લિમ જમાત તાજીયા કમિટી દ્વારા ક્લાત્મક તાજીયા બનાવી તાજીયા ઝૂલુસનું આયોજન કરવામાં આવ્યું હતું મંગળવાર બપોરે નમાજ અદા કરી મસ્જિદ ચોક ખાતેથી તાજીયા ઝૂલુસ પ્રસ્થાન થયું હતું જેમાં યુવાનો દ્વારા અવનવા કરતબો રજુ કર્યા હતા જે ઝૂલુસ પીરચોકથી મેઇન બજાર મુખ્ય માર્ગો પર ફરીને દાવલસા દરગાહ ખાતે રોજા છોડ્યા બાદ સાંજે ઠંડા કરવામાં આવ્યા હતાં ત્યારે મહોરમ પર્વે નિમિતે જોડિયા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…..હડિયાણા ગામે મહોરમ નિમિત્તે કલાત્મક તાજીયા નું ઝુલુસ નીકળશે……………………………

હડિયાણા મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે કરબલા માં મુસ્લિમ ધર્મ માટે શહીદ થયેલા ઇમામ હુશેન ની યાદમાં મહોરમ નું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ મહોરમ નું પર્વ શરૂ થયું છે.સોમવારે સરઘસ ની રાત્રે તાજીયા પડમાં આવે છે. અને મંગળવારે બપોર ના તાજીયા ગામના માર્ગો પર થી પસાર થાય છે. મહોરમ નિમિત્તે ગામના મુસ્લિમ વિસ્તારોમાં વાએઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો લાભ લઇ શકે છે. મહોરમના પ્રતીક એવા કલાત્મક તાજીયા અને સાથે સાગ ના લાકડા માંથી ગામના વતની અને વર્ષો પહેલાં ના સુથાર દ્વારા ઘોડો બનાવી આપવામાં આવ્યો હતો.. ગામની મુખ્ય બઝારો માં ભરપૂર રોશની થી રાત્રીના સમયે બઝારો રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન થી દિપી ઉઠે છે. અને ખાસ તો એ વાત ખરેખર ની કહેવાય છે. કે આ વખતે નવીજ રીતે રોશની માં ચાર ચાંદ લાગે તેવી નવી પર્ટન મુકવામાં આવી છે. જેમાં મુસ્લિમ બિરાદરોએ પણ દેશ ભક્તિ માટે પણ તૈયાર છે. એવા ઉદ્દેશ થી રોશની ના દરેક પોલ ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. ત્યારે એમ કહેવાય છે. કે હિન્દુ. મુસ્લિમ ના દરેક તહેવારો માં શાંતિથી હળી મળીને સાથ સહકાર અને ભાઈચારા થી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે………………………….

 

Related posts

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

*મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે રસીકરણ કેમ્પ યોજાશે સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ વકસીન લેશે*

Hello Morbi

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

Leave a Comment