• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ*

મોરબી જિલ્લામાં આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ
‘આયુષ્માન ભવઃ’ અભિયાન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે
આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચે તે હેતુથી તા.૧૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘આયુષ્માન ભવ’ અભિયાનનો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: શુભારંભ કાર્યક્રમ GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટરશ્રી એન.કે.મુછાર, મેડીકલ કોલેજ GMERS મોરબીના ડીનશ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબી સિવિલ હોસ્પિટલ અધિક્ષકશ્રી, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા ક્ષય અધિકારીશ્રી, જીલ્લા RCH અધિકારીશ્રી, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી તથા આરોગ્યના તમામ કર્મચારી, નિક્ષય મિત્રો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નિક્ષય મિત્રો દ્વારા ટીબી નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃતિઓ માટે કુલ ૧૨ નિક્ષય મિત્રોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ‘આયુષ્યમાન ભવ: અભિયાન’ ની યોજના બનાવી છે. જે અંતર્ગત મુખ્ય ત્રણ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ‘આયુષ્માન ભવ: આપકે દ્વારા ૩.૦’ માં ૧૭ સપ્ટેમ્બરથી દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ઝુંબેશના રૂપમાં કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: મેળા’માં ૧૭ સપ્ટેમ્બર થી દરેક હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્યમેળો કરવામાં આવશે. તેમજ સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે સ્ત્રી રોગ, બાળ રોગ સર્જરી ENT, આંખ અને માનસિક રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા, મેડીકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: સભા’માં ૨ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામસભામાં ગ્રામ્ય આરોગ્યસમિતીની મીટીંગ દ્વારા PMJAY કાર્ડ અને વિતરણ આભા કાર્ડની ઉપયોગીતા તેમજ બિનચેપીરોગ, પ્રજજન અને બાળ આરોગ્ય ને લગતા પ્રશ્ન રસીકરણ, પોષણ, એનીમિયા વગેરે અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમ્યાન દરેક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન, ઓર્ગેન ડોનેશન પ્લેજ ડ્રાઈવ, રકતદાન શિબિર વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન: તારીખ ૨૩-૨-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબી ખાતે યોજાશે*

editor

*HELLO MORBI:માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ૨૯ મા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના કૃષિત ભાઈ સુવાગીયા*

Hello Morbi

Leave a Comment