• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કપાસના રોગોના નિયંત્રણ માટે ખેડુત જોગ માર્ગદર્શિકા*

કપાસના રોગોના નિયંત્રણ માટે ખેડુત જોગ માર્ગદર્શિકા

કપાસની ચૂસીયાં પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન તેમજ રોગોના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેડુતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા અનુસાર ખેતરમાં મોલોમશી તથા તડતડીયાંનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટીનાં (ક્રાયસોપા) ઇંડા અથવા ઇયળને હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં બે વખત છોડવી જોઈએ. અથવા• લીમડાનાં મીંજનું ૫% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી, ૨૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.• સફેદમાખી માટે પીળા ચીકણાં પિંજરનો મોજણી અને નિયંત્રણમાં ઉપયોગ કરવો. સફેદમાખીનાં નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઇએ.• કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખૂલેલા જીંડવાને ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી રૂપલાંઓને નીચે પાડી નાશ કરી શકાય છે.
•કપાસમાં મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું ૦.૨ ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ખેતરમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું જોઈએ.• સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો. ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. •
નવોસુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫°સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો.
મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની રારૂઆતના ૧૨ કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે છોડની ફરતે રેડવું.
વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવો.

Related posts

*કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?*

Hello Morbi

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૨,૫૬,૮૦૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment