• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ગામના પપ વર્ષનાં માછીમારીનો વ્યવસાય કરતાંહાજી ભાઈને છે હવે રહેવા માટે ‘ઘરનું ઘર’*

૧૨ મે’ના રોજ રાજ્યનાં અનેક ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘ઘરના ઘર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઘરવિહોણા પરિવાર કે જેમની પાસે પોતાનો કોઇ રહેવાનો આસરો ન હોય ત્યારે ફરજિયાત પણે ઊંચા ભાડા આપીની ભાડે રહેવું પડે છે. આ અગવડતાને દુર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ આવા નાના પરિવારો માટે શરૂ કરી છે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’
માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તેમજ મજૂરી કામ કરીને અગાઉ ભાડે રહેતા ટંકારા ગામના પપ વર્ષનાં ભટી હાજીભાઈ બચુભાઈ પાસે છે હવે રહેવા માટે પોતાનું પાકું મકાન તેઓ આ યોજનાના લાભથી ખૂબ જ ખુશ થઇને કહે છે કે, “અમારે રહેવા માટે કંઈ આસરો ન હતો. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અને ભાડાના મકાનમાં રહેતા હતાં. એ ભાડુ પણ અમને પડવડે નહીં એટલું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે હવે અમે ભાડાના મકાનમાં ન રહેતા, અમારા પોતાના મકાનમાં રહેવાનું સપનું પૂરું થયું. કારણકે મજૂરી કામ કરીને આવું પાકું મકાન બનાવવાની અમારી પરિસ્થિતિ ન હતી. હવે આ યોજનાની મદદથી અમારા ‘ઘરના ઘર’માં રહીને ભાડાના રૂપિયા બચાવીને તેનો સદુપયોગ કરીશું. “

Related posts

*પડધરીમાં સૌ પ્રથમ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું**અહેવાલ કોશિક કોટક*.

Hello Morbi

*જોડીયા ના જશાપર ગામે આંગળ વાડી ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐑𝐓𝐎 મોરબી દ્વારા આજ રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment