• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ખાતે કિશોરી મેળો યોજાયો: (નૈમિષ સેજપાલ દ્વારા)*

*HELLO MORBI: ટંકારા ખાતે કિશોરી મેળો યોજાયો: (નૈમિષ સેજપાલ દ્વારા)*

કિશોરીઓ અને ભવિષ્યની માતા સમાજમાં પગભર બને, સમાજમાં સન્માન સાથે જીવન જીવી શકે માટે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારની વિવિધ યોજનાઓ તથા કાયદાઓની માહિતી મળે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણા યોજના સહિતની યોજના કાર્યરત છે ત્યારે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ પૂર્ણા યોજના હેઠળ” સશકત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ ટંકારા ICDS ઘટક કચેરીએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં વિવિધ શાખામાંથી પધારેલ અધિકારી-કર્મચારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મહિલા અને બાળ વિભાગની યોજનાઓ તથા ભારત સરકાર દ્વારા જે ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW ની કામગીરી છે તેના વિશે રશ્મિબેન વિરમાગામાએ (જેન્ડર સ્પેશ્યાલીસ્ટ ) માહિતી આપેલ, આરોગ્ય શાખાનાં ડો. ચિત્રાન્ગીની પટેલ દ્વારા એનેમીયા, હિમોગ્લોબીન, અને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું, બાળ સુરક્ષા એકમમાંથી ડો.વિપુલભાઈ શેરશીયાએ ૦ થી ૧૮ વર્ષના બાળકોની વ્યાખ્યા સમજાવી વિવિધ કાયદાઓ અને યોજના વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તથા કૃષિ વિભાગના જશવંત રાણાએ કિશોરીઓને રોજીંદા આહારમાં મીલેટ આહારનો ઉપયોગ વિષે માહિતી આપેલ તથા શિક્ષણ શાખાના હેમંતકુમાર દ્વારા શિક્ષણ ની યોજના, શિષ્યવૃત્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં તાલુકા પંચાયત-ટંકારા ટીડીઓશ્રીનાં પ્રતિનિધિશ્રી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ચાર્મીબેન,સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ગીતાબેન ભોરણીયા હાજર રહેલ તથા લજાઈ ગામની દિકરીની સાફલ્ય ગાથા રજુ કરી હતી અને કિશોરીઓએ હર્સોલ્લાસ સાથે તમામ માહિતીઓ સમજી હતી અને સ્ટોલ ને પણ હતા.કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO Morbi: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયેએકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ* *મોરબીના વિજયભાઈ મનોદિવ્યાંગ બાળક જયની સંભાળ રાખતા અનેક બાળકોની છત્રછાયા બન્યા*

editor

Leave a Comment