• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી*

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી.

તા.૦૩/૧૧/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASI વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૬૨/૨૦૧૧ પ્રોહી કલમ-૬૬(૧)બી,૬૫એઇ,૧૧૬બી, ૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. ચીબોડા વાગાવત તા.ગીંગલા જી.સલુંબર (રાજસ્થાન) વાળો હાલે અમદાવાદ મણીનગર વિસ્તારમાં હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે અમદાવાદ ખાતે તપાસ કરતા મજકુર આરોપી હમીરસિંહ ઉર્ફે હમેરસિંહ સ/ઓ કેસરીસિંહ ઉર્ફે કેસરસિંહ ગંગારસિંહ રાઠોડ/રાજપુત ઉ.વ. ૪૨ ધંધો વેપાર રહે. હાલ અમદાવાદ મણીનગર ૭-ડેસ્કુલની બાજુમાં ધીરજહાઉસીંગ વડવાળા ડેરીનામની દુકાનમાં તા.જી.અમદાવાદ મુળ રહે. ચીબોડા વાગાવત તા.ગીંગલા જી.સલંબર (રાજસ્થાન) વાળો મળી આવતા મજકુર આરોપીને આજરોજ તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી
એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*જોડીયા તલાટી મંત્રી ઓ દ્વારા કામનો બહિષ્કાર 1 ઓક્ટોમ્બર થી ધરણા સહિતના કાર્ય કર્મો નું એલાન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૧૫૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રફાળેશ્વર રોડ રીપેરીંગ બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા તંત્ર જાગ્યો તો ખરું પણ*

Hello Morbi

Leave a Comment