• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવા સાદુળકા ગામને ODF PLUS MODEL જાહેર કરવા બદલ મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષાબેન ચંદ્રાના હસ્તે સરપંચશ્રીને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયું*

*નવા સાદુળકા ગામને ODF PLUS MODEL જાહેર કરવા બદલ મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષાબેન ચંદ્રાના હસ્તે સરપંચશ્રીને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયું*
સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે
મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભો અપાઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. ODF plus model (ઓપન ડેફિકેશન ફ્રી – ખુલ્લામાં શૌચથી મુક્ત)ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને પણ અભિનંદન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષાબેન ચંદ્રાના હસ્તે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરવા બદલ સરપંચશ્રી મેહુલભાઈ દલસાણીયાને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના પ્રસાર પ્રચાર માટે આઈ.ઈ.સી.પ્રવૃત્તિ અન્વયે સ્ટોલ મારફતે ગ્રામજનોને પેમ્પલેટ વિતરણ અને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.

Related posts

*અવસાન નોંધ પડધરી*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment