• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા જાણીતા સમાજ સેવક ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા જાણીતા સમાજ સેવક ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન
ડીસા નગરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે.ડીસા શુભેચ્છક ગ્રુપ દ્રારા યોગ્ય વ્યકિતનું યોગ્ય સમયે સન્માન કરવામાં આવે છે.ડીસાના જાણીતા સમાજ સેવક,સાહિત્યકાર,ગૌપ્રેમી,જલારામ ભકત તેમજ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ ભગવાનભાઈ બંધુનો 11 ડિસેમ્બરે જન્મદિવસ હોઈ જયેશભાઈ દેસાઈના નિવાસસ્થાને શુભેચ્છક ગ્રુપના સૌ જાગૃત સભ્યોએ એકત્રિત થઈ તેમનું દબદબાભેર સન્માન કર્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે સર્વ મફતલાલ મોદી,કનુભાઈ કે.આચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,જયેશભાઈ દેસાઈ,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,પ્રવિણભાઈ નાઈ,ઈશ્ર્વરભાઈ રાવળ,વિજયભાઈ ગાંધી,પારસભાઈ ત્રિવેદી,હર્ષદભાઈ ડાભી,મનોજભાઈ ચૌહાણ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી ભગવાનભાઈ બંધુનું ફૂલછડી,સાલ,શ્રી રામ ભગવાનનો મોમેન્ટો,પુસ્તકો દ્રારા સન્માન કરી જન્મદિવસના અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.જયેશભાઈ દેસાઈ તેમજ પિન્કીબેન દેસાઈએ સૌની સરસ મહેમાનગતિ કરી શિયાળાની સીઝનને અનુલક્ષીને આંબળાંની ભેટ અર્પણ કરી હતી.જયેશભાઈ દેસાઈની સરભરા તેમજ વ્યવસ્થાથી સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિડજા પરિવાર દ્વારા શિવકથાનું ભવ્યથી દિવ્ય જાજરમાન આયોજન*

editor

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથા માં રામજીભાઈ મોકરીયા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કથા શ્રવણ નો લાભ લીધો હતો*

Hello Morbi

Leave a Comment