• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૧૨/૧૨/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩૦/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-૩૨૪,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી શનાળા રોડ, કેનાલ પાસે વાળો હાલે રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી /દેવીપૂજક ઉ.વ.૩૯ મૂળરહે. મોટા રામપર તા.ટંકારા જી. મોરબી હાલે રહે. રૈયા ગામ શંકર ભગવાનના મંદિર પાછળ તા.જી.રાજકોટવાળાને રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી તા.૧૨/૧૨/૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ને સોપી આપેલ છે.
આમ, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારી ના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા કાઠી દરબાર સમાજના હોદ્દેદારોને સન્માનિત કરાયા*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય*

Hello Morbi

*પડધરી તાલુકાના જીલરિયા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment