• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

GOLD PRICE TODAY: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જામકારી આપી છે. સિક્યોરિટીઝ પ્રમાણે વૈશ્વિક ધાતુ બજારોમાં સકારાત્મક સંકેતોને કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમત 555 રૂપિયાની તેજીની સાથે  63,502 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 62,947 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1841 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. પરંતુ ચાંદીની કિંમત 24.16 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.

 

એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે, અમેરિકા અને યૂરોપિયન યૂનિયન તરફથી પ્રોત્સાહન પેકેજની આશામાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

Related posts

*થરા ખાતે સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા યોજાયો સત્સંગ કાર્યક્રમ* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ધોરણ-𝟏𝟐 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી*

editor

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના નાના ભાઈ મમદ ભાઈ લાડકવાયા દીકરા મીરજાન ભાઈ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment