• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ યોજાયો*

આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ કીટ, ધાત્રી માતાઓને પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને ઘરની ચાવી સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ નવમાં તબ્બકાનો હળવદ શહેરનો સેવાસેતુ કાર્યક્રમ પણ આ સાથે યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન હળવદ શહેરમાં વિવિધ સેવાકિય કાર્યક્રમ કરતી સંસ્થાઓને મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સમગ્ર મહાનુભાવો દ્વારા રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, પુર્વ ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણભાઈ સરાવાડીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદિપ વર્મા, હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રી તુષારભાઈ ઝાલરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ સિંધવ, હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી રજનીભાઈ સંઘાણી, અગ્રણીશ્રીઓ બિપિનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવળ, મનસુખભાઈ, ધરમેન્દ્રસિંહ ઝાલા, સહિતના વિવિધ અધિકારીશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હળવદના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-𝟑નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી*

editor

*HELLO MORBI: *તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું છેઃ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી*

editor

*હડીયાણા ના મગનભાઈ કાનાણી સહકારી સંઘ ના ડાયરેક્ટર તરીકે ચૂંટાયા*

Hello Morbi

Leave a Comment