• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જુના ગોર-ખીજળીયાના રસ્તે ઓરડીઓ પાસેથી એક ઇસમને ગેર-કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી શહેર વીસીપરા વિસ્તારમાં આવેલ મફતીયાપરા જુના ગોર-ખીજળીયાના રસ્તે ઓરડીઓ પાસેથી એક ઇસમને ગેર-કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશીફભાઇ રહીમભાઇ ચાણકીયા ને બાતમી મળેલ કે, દીનમામદ તાજમામદ મિયાણા રહે.મુળ માળીયા (મિં) વાળો જે હાલે મોરબી વીસીપરા મફતીયાપરા જુના ગોરખીજળીયાના રસ્તે આવેલ સિકંદરભાઇ જામની ઓરડીઓ પાસે ઉભેલ છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. અને મજકૂરે હાલે કાળા કલરનુ જાકીટ તથા સફેદ કપડા પહેરેલ છે જે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ .
છે
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
દીનમામદ તાજમામદ ભટ્ટી જાતે મિયાણા ઉ.વ.૪૮ રહે.મુળ માળીયા(મિં) મુલતાનશાપીરની દરગાહ પાસે હાલ રહે.કાલાવાડ શીતળા સોસાયટી બાયપાસ રોડ કાલાવાડ જી.જામનગર
પકડાયેલ મુદામાલની વિગત :-
ગે.કા.દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છછીયા તથા અંકુરભાઇ ચાંચ તથા અશ્વિનભાઈ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા કુલ-૮ ઇસમો પૈકી ૦૩ આરોપીઓને રોકડા રૂપીયા-૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રઘુવંશી લોહાણા સમાજ ડીસાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત વિવિધ મહાનુભાવોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment