• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી*

મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી

મહિલાઓને ડિલિવરી તેમજ અન્ય ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે

(જનક રાજા દ્વારા) મોરબી : અયોધ્યામાં પ્રભુશ્રી રામ મંદિરનું ભવ્ય અને દિવ્ય પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જે દેશ માટે ગૌરવ સમાન છે .ત્યારે દરેક દેશવાસીઓએ આ ગૌરવમાં સહભાગી થવા દેશના યશસ્વી વડાપ્રધાન એ હાકલ કરી‌ છે. જેને અનુલક્ષીને નક્ષત્ર હોસ્પિટલ દ્વારા તારીખ 16-1 થી તારીખ 22-1 સુધી મહિલાઓ માટે ગાયનેક વિભાગમાં નિ-શુલ્ક ઓપીડી ચાલુ કરી છે
શહેરના શનાળારોડ પર મહેશ હોટેલ પાછળ આવેલ નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ – પ્રતિષ્ઠા મહોત્સવ માં સહભાગી થવા માટે તા : 16-1 થી તા: 22-1 સુધી ગાયનેક વિભાગ માં મહિલાઓ માટે નિ-શુલ્ક ઓપીડી તેમજ નોર્મલ તેમજ સિઝેરીયન ડિલિવરી અને અન્ય કોઈ મહિલાઓના ઓપરેશન માં રાહત દરે કરી આપવામાં આવશે. દેશવાસીઓ માટે તા: 22-1 દિવાળી પર્વ સમાન હોય દરેક લોકો ખુશી થી આ પર્વ માનવી શકે તેવા હેતું થી નક્ષત્ર હોસ્પિટલ પરિવાર દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા રજૂ કરવામાં આવી છે.જેનો બહોળી સંખ્યામાં મહિલાઓ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે 02822-222222 ,7502062222 સંપર્ક કરવો.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકા નુ આજ નું મળેલ જનરલ બોર્ડ માં કયાં ઠરાવ થયા તે પ્રજા માટે ચીફ ઓફિસરે જાહેર કરવા જોઈએ . મહેશ રાજ્યગુરુ*

editor

*એમેઝોનના પાર્સલમાં દારૂ છુપાવી હેરાફેરી કરનાર ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:જીવતાં જગતિયું કરનાર રઘુવંશી લોહાણા સમાજ ડીસાનાં સવિતાબેન ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment