• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યુ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.

પટનાઃ બિહારના સરકારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામુ આપી દીધું છે. ગુરૂવારે તેમણે 12 કલાકે પદભાર ગ્રહણ કર્યો હતો. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. મેવાલાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે કાલે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે બધુ બરોબર હોવાની વાત કરી હતી. આજે પદભાર સંભાળ્યા બાદ તેમણે બીજીવાર નીતીશ કુમાર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ રાજીનામુ આપ્યું છે. મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી બિહાર સરકારમાં ત્રીજા એવા મંત્રી છે જેણે ભ્રષ્ટાચારના આરોપો બાદ તત્લાક રાજીનામુ આપ્યું છે. આ પહેલા જીતન રામ માંઝી અને પરિવહન મંત્રીના રૂપમાં કામકાજ સંભાળતા આરએન સિંહે પદભાર ગ્રહણ કર્યા બાદ રાજીનામુ આપ્યું હતું.

મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી પર આઈસીસીની કલમ છેતરપિંડી, સરકારી રકમની ઉચાપત, નકલી દસ્તાવેજ બનાવી હેરાફેરી તથા મૂળ દસ્તાવેજમાં છેડછાડ તથા ક્રિમિનલ ષડયંત્ર રચવાના આરોપ છે.

Related posts

PM મોદીની કેડિલા મુલાકાત, જાણો કોણ છે આ બાળકો જેમણે વડાપ્રધાનને કહ્યું ‘નમસ્તે’

Hello Morbi

*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ વિતરણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટર ને પકડી પાડતીએસ.ઓ.જી. રાજકોટ ગ્રામીય*

editor

Leave a Comment