• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના ટોળ ગામે વીજ ધાંધિયા ને લયને ખેડૂતોને ભારે હાલાકી ટોળ સેવા સહકારી મંડળીનું મામલતદારને આવેદન*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા એકાદ મહિનાથી વીજ ધાંધિયા થઈ રહ્યા છે. સમયસર અને પુરતો વીજ પુરવઠો ન મળતા ગ્રામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ અંગે ટોળ સેવા સહકારી મંડળીએ મામલતદારને આવેદન મારફત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે ટોળ ગામમાં છેલ્લા ચાલીસેક દિવસથી ક્યારેય પણ આઠ કલાક સમયસર લાઈટ મળી નથી. આ અંગે ઓફિસે ફોન કરવામાં આવે તો ઉડાઉ જવાબ મળે છે. જેમકે ઉપરથી લોડ સેટિંગમાં છે, લાઈટ ફોલ્ટમાં છે, માણસો રીપેર કરવા વાળા હાજર નથી વગેરે જવાબો મળે છે. આ અંગે પીજીવીસીએલ ઓફિસે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ સમસ્યા અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગઢવાળા શાહબુદ્દીન ઉસ્માને મામલતદારને આવેદન આપી વહેલાસર આ સમસ્યાનો ઉકેલ લાવી સમયસર લાઈટ આપવા રજૂઆત કરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું સન્માન*

editor

*મોરબીમાં રાષ્ટ્રીય સેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સેવા સંસ્થા દ્વારા આયુર્વેદિક રોપાનું વિતરણ કરાયું*

Hello Morbi

*બોળ ચોથ ના દિવસે ગાય અને વાછરડા નું પૂજન કરવામાં આવે છે*

Hello Morbi

Leave a Comment