• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ શહેર બ વિસ્તારમાંથી ચારેક માસ પહેલા બનેલ મો.સા.ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી, કરતા એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

રાજકોટ શહેર બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી ચારેક માસ પહેલા બનેલ મો.સા.ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી, કરતા એક ઇસમને મો.સા.તથા કોપર વાયર મળી કુલ રૂ.૪૬,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

શ્રી અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબી શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા અનડીટેકટ શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી,એમ.પી.પંડયા ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા, શ્રી,એસ.આઇ.પટેલ પો.સબ.ઇન્સ.એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા વિ.સ્ટાફના માણસો મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ સત્યમ વે-બ્રિજ પાસે આવતા એક ઇસમ મોટર સાયકલની ટાંકી ઉપર બાચકુ લઇને પસાર થતા જે શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં-GJ-03-LJ-6450 વાળુ હોય તેમજ તેની પાસે રહેલ બાચકામાં જોતા કોપર વાયર ભરેલ હોય જેના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. રાજકોટ સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાતા, તેમજ કોપર વાયર પકડાયેલ ઇસમે ગઇકાલ પાવડીયારી કેનાલ પાસે આવેલ લેમલ કારખાનામાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી કરી તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર આશરે ૨૬ કિલો કિ.રૂ.૧૬૯૦૦/- સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂરને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી.મુજબ પકડેલ છે.

સદરહું મો.સા. બાબતે મજકૂરની પુછપરછ કરતા સદર મો.સા.પોતે આજથી આશરે ચારેક માસ પહેલા રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ, ઉપર એક ચાની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે જે મજકુર ઇસમને ઉપરોકત મુદામાલ સાથે મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપી આપેલ છે.

►પકડાયેલ ઇસમનું નામ સરનામુ:-

– નવઘણભાઇ સ/ઓ મફાભાઇ કમાભાઇ મંદુરીયા/દેવીપુજક ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે. મુળ ગામ ભગુપુર તા.ચુડા જી.સુરેન્દ્રનગર

– આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
રાજકોટ શહેર બી ડીવીજન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૩૧૦૧૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯> પકડાયેલ મુદામાલની વિગત –
હિરો સ્પેલન્ડર મો.સા. GJ-03-LJ-6450 કિ.રૂ. ૩૦,૦૦૦/- કોપર વાયર આશરે ૨૬ કિલો કિ.રૂ.૧૬,૯૦૦/- મળી
કુલ કિ.રૂ.૪૬,૯૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા, ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.કે.એચ.ભોચીયા શ્રી એસ.આઇ. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*ડીસાના આર્કિટેક્ટ લવકુમાર ખત્રીનું સૂરત એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

*વિશ્ર્વ વિખ્યાત ભારત રત્ન ગાયિકા લતાજીને ડીસા નગર દ્વારા અર્પણ કરાયેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

Leave a Comment