• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું*

*નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી*

*હર હંમેશ મૂલ્યલક્ષી-પ્રેક્ટિકલ એજ્યુકેશન માં અગ્રેસર રહેતી નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું…*✨

*તા.૧૩/૦૪/૨૪ ના રોજ નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ધોરણ-10 & 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે અતિ મહત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને કંઈક નવીન,કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં DYSP માનનીયશ્રી સમીર સારડા સાહેબ,RSS સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક વિભાગના કાર્યવાહકશ્રી મહેશભાઈ બોપલિયા અને યુવા સમાજસેવકશ્રી જયદીપભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતાં.*

*ધો.10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે DYSP સમીર સર દ્વારા કારકિર્દી ની પસંદગી કેવી રીતે કરવી,સફળ થવામાં અનુભવ અને મહેનતનું મહત્વ,સમાજમાં લો એન્ડ ઓર્ડર ની જાળવણી,રોજબરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમ થી કેવી રીતે બચવું વગેરે બાબતો થી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.મહેશભાઈ બોપલિયા અને જીતુભાઈ વડસોલા દ્વારા વિદ્યાર્થીકાળ દરમિયાન જીવન માં ખુબ જરૂરી મૂલ્યો જેવાકે વ્યક્તિગત ચરિત્ર નિર્માણ,રાષ્ટ્રભાવના,આત્મવિશ્વાસ,ઉદ્યોગ સાહસિકતા,કાર્યશીલતા જેવા મુદ્દા પર વક્તવ્ય આપવામાં આવ્યું…*

*નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને કેરિયરલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીતુભાઇ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આમંત્રિત મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.*🙏🎉😇

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં રાસાયણિકખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*

editor

*આજ રોજ જોડિયા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓ નો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*

Hello Morbi

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને મોચી સમાજ દ્વારા સ્નેહમિલન રાસ ગરબા ના કાર્યક્રમો મોફુક રાખવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment